સુરતમાં ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવા માટેની તૈયારીઓ અંતિમ ચરણમાં
BY Connect Gujarat24 Aug 2016 8:35 AM GMT

X
Connect Gujarat24 Aug 2016 8:35 AM GMT
સમગ્ર રાજ્યમાં ભગવાન શ્રીકૃષ્ણની જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં પણ આ હજારો લોકો આ તહેવાર ધામધૂમથી ઉજવવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
દરેક ગલીમાં જઇને મટકી ફોડવા માટેની પ્રેક્ટિસ પણ પુરજોશમાં ચાલી રહી છે. જન્માષ્ટમી આવવાને હવે કેટલાક કલાકો જ બાકી રહ્યા હોવાથી તૈયારીઓ તેના અંતિમ ચરણમાં છે.
મંદિરોને શણગારવાની તૈયારીઓ પણ પૂર્ણ થવા આવી છે. શહેરની અનેક સોસાયટીઓમાં આવતીકાલે જન્માષ્ટમી પર હજારો મટકીઓ ફોડવામાં આવશે. તે સાથે જ શહેરમાં 55 વર્ષથી કાર્યરત સુખાનંદ વ્યાયામ શાળામાં પણ મટકી ફોડવાની તૈયારીઓ ચાલી રહી છે.
છેલ્લા 32 વર્ષથી કૃષ્ણ ભક્તો ઇસ્કોન મંદિરમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી કરે છે. અહીં પણ મંદિરને શણગારીને, ભગવાની પ્રતિમાને સુંદર વલ્કલો પહેરાવીને ભક્તો માટે પ્રસાદના આયોજનની તૈયારીઓ ચાલી રહી છે.
Next Story