Top
Connect Gujarat

સુરતમાં બિભસ્ત માંગણી કરતા પુત્રનું માતાએ જ પોતાના હાથે ગળું કાપ્યું..!

સુરતમાં બિભસ્ત માંગણી કરતા પુત્રનું માતાએ જ પોતાના હાથે ગળું કાપ્યું..!
X

  • પહેલાં પુત્ર દ્વારા થતા શારીરિક અડપલાઓ માતા અવગણતી હતી
  • પુત્ર શબ્દને લાંછન લાગે તેવું કૃત્ય કરતા માતા સહન કરી શકી ન હતી

સુરત બમરોલી રોડ પર ગત મંગળવારના રોજ રાત્રે ઘરની બહાર સૂતેલા યુવક પર કોઇ અજાણ્યાએ ગળા પર ચપ્પુના ઘા ઝીંકી દેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ખટોદરા પોલીસે આ ઘટનામાં તપાસ કરતા સગી માતાએ જ પુત્રનું ગળું કાપી નાખ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, માતાએ પુત્રને બિભસ્ત માંગણી કરતા પોતાના હાથે જ ચપ્પુના ઘા માર્યા હોવાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

માતાએ પોલીસને રડતા રડતા દીકરા પર ચપ્પુથી હુમલા પાછળ તેની મજબુરી હોવાનું કારણ આપ્યું હતું. માતાએ જણાવ્યું હતું કહ્યું હતું કે, તેનો દીકરો છેલ્લા કેટલાક મહિનાઓથી તેની સાથે શારીરિક અડપલાઓ અને બિભસ્ત માંગણી કરતો હતો અને અનેકવાર સમજાવવા છતા માતા જ્યારે ઉંધતી હોય ત્યારે પુત્ર દુષ્કર્મનો પ્રયાસ કરતો હતો. ગત મંગળવારે ફરી દીકરાએ દુષ્કર્મનો પ્રયાસ કરતા માતા સહન કરી શકી ન હતી.માતા અને પુત્રના પવિત્ર સંબંધની રક્ષા માટે આખરે માતાએ દીકરીને ભારે કલેજે દિલ પર પથ્થર રાખી ચપ્પુથી ગળા પર અનેક ઘા મારી છોડી દીધો હતો.

જોકે, પાડોશમાં રહેતા લોકોએ યુવાનને લોહીલુહાણ હાલતમાં જોતે ૧૦૮ મારફતે તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત ગંભીર હોવાથી તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી. અને પોલીસે પાડોશીઓ અને યુવાનનું નિવેદન લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવાને કોઈ માહિતી આપી ન હતી. આ ઘટનામાં પોલીસે પાડોશીઓના નિવેદનના આધારે માતા પર શંકા જતા માતાને પોલીસ સ્ટેશન બોલાવી તેણીની સઘન પૂછપરછ કરી હતી. જેમાં માતાએ કબૂલાત કરી લીધી હતી. પોલીસે પણ માતાની વ્યથા સાંભળી ભારે હૈયે આરોપી માતાની ધરપકડ કરી હતી.

Next Story
Share it