Connect Gujarat
ગુજરાત

સુરતમાં રાત્રિના સમયે જ રાહદારીઓને લૂંટતા બે ઝડપાયા

સુરતમાં રાત્રિના સમયે જ રાહદારીઓને લૂંટતા બે ઝડપાયા
X

રાત્રિ દરમિયાન રાહદારીઓને લૂંટી લેતા બે બદમાશોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. મોજશોખ માટે ગુનાખોરીના રવાડે ચઢેલા આ યુવકો રાહદારીઓ પ્રતિકાર કરે તો ચપ્પુ વડે હુમલો પણ કરતા હતા. મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ ત્રિવેદીની સ્કવોડને મળેલી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી વરાછામાં બોમ્બે કોલોની પાસે આવેલા પે એન્ડ યુઝ શૌચાલયની બાજુમાંથી જાહીદ અબ્દુલ રહીમ પઠાણ (ઉ.વ.૧૯, રહે. આદર્શ કોલોની, વરાછા-મૂળ હણોલ ગામ, ભાવનગર) અને રણજિત ઉર્ફે રણિયો દડુભાઈ રાઠોડ (ઉ.વ. ૨૭, રહે. આદર્શનગર,વરાછા-મૂળ ગારિયાધર, ભાવનગર) ને પકડી પાડી તેઓ પાસેથી બાઈક અને મોબાઇલ મળી ૪૮ હજારનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

આ બંને જણા અન્ય મિત્ર પ્રફૂલ કોળી સાથે મળી રાત્રે નીકળી રાહદારીઓને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતા હતા.જો રાહદારીઓ પ્રતિકાર કરે તો ચપ્પથી હુમલો પણ કરતા હતા.સપ્તાહ પહેલાં આ ટોળકીએ સરથાણામાં બાઈક ચાલક પર હુમલો કરી મોબાઇલની લૂંટ ચલાવી હોવાની પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી.લૂંટેલી ચીજવસ્તુ વેચવા જતા તેઓ પોલીસની ઝપટે ચઢી ગયા હતા.મોજશોખ માટે આ યુવકો ગુનાખોરીના રવાડે ચઢી ગયા હતા.

Next Story
Share it