Connect Gujarat
ગુજરાત

સુરતમાં હીરાના વેપારીને ત્યાં 27 કેરેટ ડાયમંડની મૂર્તિની થાય છે પૂજા અર્ચના

સુરતમાં હીરાના વેપારીને ત્યાં 27 કેરેટ ડાયમંડની મૂર્તિની થાય છે પૂજા અર્ચના
X

દેશભરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રીજીની પૂજા થઇ રહી છે ત્યારે સુરતના કતારગામ સ્થિત હીરાના વેપારીને ત્યાં પારદર્શક હીરાના જમણી સૂંઢવાળા શ્રીજીની પૂજા થાય છે.

11 વર્ષ અગાઉ રફ ડાયમન્ડ કાપતા પ્રગટ થયેલ શ્રીજીની પરિવાર દ્વારા ભાવપૂર્વક પૂજા કરવામાં આવે છે. આ પારદર્શક શ્રીજીના દર્શન માટે દૂરદૂરથી દર્શન માટે લોકો આવે છે.

2

સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ પાંડવ પરિવારે વર્ષ 2005માં રફ ડાયમન્ડની ખરીદી કરી હતી. જેમાં આફ્રિકાની કોંગોની ખાણમાંથી મળી આવેલ ડાયમેન્ડને ફીનીંશીંગ આપતા તેમાંથી જમણી સૂંઢ સાથેના શ્રીજીની પ્રતિકુતિ દેખાઇ હતી. શ્રીજીમાં અપાર શ્રધ્ધા ધરાવતા પરિવારે ઘરમાં જ શ્રીજીને ઘરમાં જ રાખીને પૂજા અર્ચના કરવાનો નિર્ણય કર્યો હતો.

રાજેશ પાંડવે જણાવ્યુ હતુ કે આ રિયલ ડાયમંડ ગણેશની મૂર્તિ 27.74 કેરેટનું હોવાનું સર્ટીફાઇડ થયું છે. પરિવારના અન્ય સભ્ય શૈલેષ પાંડવે જણાવ્યુ હતુ કે ડાયમંડ ગણેશ મૂર્તિની વાત શહેરમાં ફેલાતા ઘણાં લોકોએ મોં માંગ્યા દામે ખરીદવાની ઇચ્છા જાહેર કરી હતી. પરંતુ અમારા પરિવારનો કોઇપણ સભ્ય શ્રીજીને વેચવા તૈયાર નથી.

1

ડાયમંડના શ્રીજીને સાચવવા માટે પરિવાર દ્વારા ખાસ પેટી બનાવવામાં આવી છે. જેમાં કાગળ પર શ્રીજીને બેસાડવામાં આવે છે.

Next Story
Share it