Connect Gujarat
ગુજરાત

સુરત:વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIને મળી આવેલ 30 લાખના હીરા પરત કરી માનવતા મહેકાવી

સુરત:વરાછા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIને મળી આવેલ 30 લાખના હીરા પરત કરી માનવતા મહેકાવી
X

સુરત વરાછા પોલીસ સ્ટેશનમાં લંબે હનુમાન ચોકીના પોલીસ ઈન્સપેક્ટરે મળી આવેલા 30 લાખના હીરા માલિકને પરત કર્યા હતા. માલિકે બેગની ઓલખ કરતા આજે હીરા ભરેલી બેગ પરત કરવામાં આવી હતી.

વરાછા વરાછા પોલીસ સ્ટેશનમાં લંબે હનુમાન ચોકીના પોલીસ ઈન્સપેક્ટર વી.કે. રાઠોડ સવારે બાઈક લઈને મીનીબજાર માવાણી કોમ્પલેક્ષ ખાતે કામ અર્થે ગયા હતા. દરમિયાન બાઈકમાં કાગળો મૂકવા જતા કોઈ અજાણ્યાની બેગ મૂકેલી જણાઈ હતી. જેથી બેગ ખોલીને જોતા હીરાના પાર્સલ મળી આવ્યા હતા. જેથી પોલીસ સ્ટેશન જઈને તપાસ હાથ ધરી હતી. જેમાં બેગ હીરાબાગ ખાતે રહેતા અને હીરા દલાલીનું કામ કરતા ઉમેદભાઈ ભાણભાઈ જેબલીયાની હોવાનું જાણવા મળ્યું હતું.

ઉમેદભાઈએ પોલીસ સ્ટેશન પહોંચી બેગની ઓળખ કરી હતી. અને ઉમેદભાઈએ જણાવ્યું હતું કે, તે બાઈક લઈને મીનીબજાર માવાણી કોમ્પલેક્સ ખાતે પાર્ક કરી 40,288 કેરેટના કાચા હીરા(કિંમત-30 લાખ) ચાર પાર્સલ બેગમાં મૂક્યા હતા. અને બાઈક પાસે આવી ફોન પર વાત કરતા હતા. દરમિયાન ભૂલથી તેમણે પોતાની બાઈકના બદલે બાજુમાં રહેલી બાઈકમાં મૂકી દીધી હતી. જે બેગ પોલીસે પરત કરતા આભાર માન્યો હતો. બેગ પોલીસે પરત કરતા આભાર માન્યો

Next Story
Share it