Top
Connect Gujarat

સુરત: સરથાના વિસ્તારમાં આવેલ તક્ષશિલા શોપિંગ સેન્ટરના ટ્યુશન કલાસમાં અચાનક લાગી ભીક્ષણ આગ,૧૦ થી વધુના મોતની આશંકા

સુરત: સરથાના વિસ્તારમાં આવેલ તક્ષશિલા શોપિંગ સેન્ટરના ટ્યુશન કલાસમાં અચાનક લાગી ભીક્ષણ આગ,૧૦ થી વધુના મોતની આશંકા
X

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ ભભૂકી ઉઠી છે. પ્રચંડ આગના કારણે આ એપાર્ટમેન્ટમાં ૧૦ થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. પ્રચંડ આગના કારણે ચોથા માળેથી ૧૦ થી વધુ વિદ્યાર્થીઓએ કુદકા લગાવ્યાં હતાં. હાલ આસપાસમાં ભયની સાથે અફડાતફડીનો માહોલ સર્જાયો છે.

આગ બેકાબુ રીતે ભીષણ બનતાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી આસપાસના અન્ય ફાયર સ્ટેશનના ટેન્કર સહિતની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. ફાયરના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે ક્રેઈનની મદદ પણ લેવામાં આવી આવી રહી છે.

સ્થાનિકોના જણાવ્યાનુસાર, તક્ષશિલા આર્કેડમાં ઉપરના માળે ક્રિએટર ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈનર ક્લાસીસ ચાલતાં હતાં. આગ લાગ્યા બાદ ઘણા બાળકોને રસ્તો ન મળતાં અથવા તો મૂંજવણ ભરી સ્થિતીમાં મુકાઈ જતાં બાળકોએ ઉપરથી નીચે કુદકા લગાવી દીધા હતાં. જેથી ઉપરથી કુદનારાઓને ઈજાઓ પહોંચતા સારવાર માટે સ્મિમેર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

[video width="640" height="352" mp4="https://gujarati.connectgujarat.com/wp-content/uploads/2019/05/WhatsApp-Video-2019-05-24-at-17.24.05.mp4"][/video]

સરથાણા પ્રાણી સંગ્રહાલય સામે આવેલા ઓવરબ્રીજ પરથી પસાર થતાં લોકોએ રસ્તા પર વાહનો થંભાવી દઈને આગની ઘટના જોવાની સાથે કેમેરામાં કેદ કરવા લાગ્યા હતાં. સોશિયલ મીડિયામાં આ આગની સમગ્ર ઘટનાને પગલે હાહાકાર મચી ગયો હતો.

ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી.જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી.

આગના પગલે ૧૦૮ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે ચાર છોકરીઓ દાઝી ગઈ હોવાથી ત્યાં જ સારવાર આપવામાં આવી રહી છે.અચાનક ભભૂકેલ આ આગમાં ૧૩ જેટલાના મોત નીપજય અહોવાની અને હજુ મરણ આંક વધવાની આશંકાઓ વર્તાઇ રહી છે.

https://twitter.com/narendramodi/status/1131898691415969792

આ દુર્ઘટના અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરી ટ્વિટ કર્યું કે, સુરતમાં થયેલી ઘટનાને લઈ ખૂબ જ દુઃખી છું, હું શોકાતુર પરિવારની સાથે છું, ઈજાગ્રસ્તો તુરંત સાજા થઈ જાયા એવી કામના. ગુજરાત સરકાર અને સ્થાનિક સાથે વાત કરી છે અને બને એટલી તાત્કાલિક મદદ પહોંચાડવા કહ્યું છે.

Next Story
Share it