Top
Connect Gujarat

સુરત : અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા નાથુરામ ગોડસેની 109મી જયંતીની ઉજવણી કરવામાં આવી

સુરત : અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા નાથુરામ ગોડસેની 109મી જયંતીની ઉજવણી કરવામાં આવી
X

ભારતના રાષ્ટ્રપિતા અને દેશને આઝાદ કરાવવામાં મહત્વનો ફાળો ભજવનાર મહાત્મા ગાંધીજી ની હત્યા કરનાર નથુરામ ગોડસેની 109મી જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી. સુરત ના લીંબાયત ખાતે અખિલ ભારતીય હિન્દૂ મહાસભા દ્વારા પંચમુંખી હનુમાનજીના મંદિર ખાતે 109 દિવા પ્રગટાવી અને 109 લાડુનો પ્રસાદ ધરાવી તેમના જન્મ દીવસની ઉજવણી કરવામાં આવી હતી

વર્ષ 1947માં આપનો દેશ અંગ્રેજો ની ગુલામીમાંથી આઝાદ થયો ..દેશને આઝાદ કરાવવામાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાનો સિંહફાળો આપ્યો.મહાત્મા ગાંધીની હત્યા અખિલ ભારતીય હિન્દૂ મહાસભાના પ્રણેતા નાથુરામ ગોડસે દ્વારા કરવામાં આવી હતી.પરંતુ તેજ નાથુરામ ગોડશે ની આજે પણ પૂજા થઈ રહી છે.સુરત ના લીંબાયત વિસ્તારમાં ગુજરાત અખિલ ભારતીય હિન્દૂ મહાસભા ના યુવાઓ દ્વારા નાથુરામ ગોડસે ના 109 માં જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.નાથુરામ ગોડસે ના જન્મ દિવસને લઇ લીબાયત સ્થિત હનુમાન જીના મંદિરમાં 109 દિવા પ્રગટાવી અને 109 કિલોનો લાડુનો પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો.

ભારતના જે રાષ્ટ્રપિતા એ દેશને આઝાદ કરાવ્યો ,તેજ રાષ્ટ્રપિતાના હત્યારા નાથુરામ ગોડસે ની આજે પણ પૂજા અને તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે.જો કે ગાંધીજીના હત્યારા ગોડશે ની સુરત ખાતે જે પ્રકારે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી તેને લઈ ગાંધી વિચારધારા ધરાવતા લોકોમાં એક રોષ ની લાગણી પણ પ્રવર્તી રહી છે.

Next Story
Share it