Connect Gujarat
ગુજરાત

સુરત આગ ઘટના : માનવ અધિકાર પંચે ગુજરાત સરકાર ને પાઠવી નોટિસ

સુરત આગ ઘટના : માનવ અધિકાર પંચે ગુજરાત સરકાર ને પાઠવી નોટિસ
X

સુરતના તક્ષશીલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં 21 વિદ્યાર્થીઓના મોત અંગે માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. રાજ્યના મુખ્ય સચિવને પાઠવાયેલી આ નોટિસમાં માનવ અધિકાર પંચે સમગ્ર ઘટનાનો કડીબદ્ધ અહેવાલ માંગવા ઉપરાંત કસુરવારો સામે સરકારે શા પગલાંભર્યા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે શું તકેદારી લીધી તેની વિગતો પણ માંગી છે.

પ્રસાર માધ્યમોમાં રજૂ થયેલા આગ અંગેના અહેવાલોથી નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (NHRC) એ જાતે જ સુઓ મોટો દાખલ કરીને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. જાહેર ઈમારતમાં અપૂરતી સલામતી વ્યવસ્થાને લીધે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવવા પડે તેને પંચે માનવ અધિકારનો ભંગગણ્યો છે. મુખ્ય સચિવને મોકલવામાં આવેલી નોટિસમાં પંચે અનેક મહત્વના મુદ્દાઓ વિશે રાજ્ય સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. ઈમારતની બી.યુ.પરમિશન વગર ઉપરના માળે બાંધકામ કેવી રીતે થયું, કેટલાં વરસથી એ બાંધકામ હતું, ત્યાં ટ્યુશન ક્લાસ ચાલતાં હોવા છતાં એ બંધ કેમકરાવવામાં ન આવ્યા, બિલ્ડિંગના પ્રવેશદ્વારના દાદર પાસે જ ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર મૂકીને નિયમોનો ભંગ કરવા માટે કોણ જવાબદાર અનેક સવાલોની સ્પષ્ટતા માનવ અધિકાર પંચે માંગી છે.

મુખ્ય સચિવને મોકલાયેલી નોટિસમાં માનવ અધિકાર પંચે સમગ્ર ઘટનાક્રમ અંગેનો તલસ્પર્શી અહેવાલ માંગવા ઉપરાંત લેવાયેલા પગલાં અનેક સુરવારો સામેની કાર્યવાહીની વિગતો પણ માંગી છે અને એક મહિના સુધીમાં મોકલવા જણાવ્યું છે.

Next Story