Connect Gujarat
ગુજરાત

સુરત : ઉધના ખાતે આવેલ ફરસાણની દુકાનમાં ગ્રાહકના ખીસામા મોબાઈલ થયો બ્લાસ્ટ

સુરત : ઉધના ખાતે આવેલ ફરસાણની દુકાનમાં ગ્રાહકના ખીસામા મોબાઈલ થયો બ્લાસ્ટ
X

સુરતના ઉધના વિસ્તારમાં ફરસાણની દુકાન પર એક વ્યક્તિ નાસ્તા ખરીદતી વેળા તેઓના પેન્ટના ખિસ્સામાં અચાનક મોબાઈલ બ્લાસ્ટ થતા ધુમાડાની સાથે મોબાઇલમાં આગ ફાટી નીકળી હતી. મોબાઈલ બ્લાસ્ટ થતા ગ્રાહકે અર્ધ નિર્વસ્ત્ર થવા મજબૂર બનવું પડ્યું હતું. ફરસાણની દુકાનમાં કામ કરતા અજય જણાવ્યું હતું એક ગ્રાહક અમારા ત્યાં ફરસાણ ખરીદી રહ્યા હતા. અચાનક પેન્ટ માંથી ધુમાડો નીકળતા તેઓએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને એકતા મોબાઇલમાં ધુમાડાની સાથે આગ ફાટી નીકળી હતી.

[playlist type="video" ids="100168"]

મોબાઈલ બ્લાસ્ટ થતા ગ્રાહકે અર્ધ નિર્વસ્ત્ર થવા મજબૂર બનવું પડ્યું હતું. મોબાઇલ એમાઈ કંપનીનો હોવાનો દાવો કર્યો હતો મોબાઇલ બ્લાસ્ટ ઘટનાથી ગ્રાહકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

Next Story