Connect Gujarat
ગુજરાત

સુરત ઉધના ખાતે ફાયર સેફટી ન હોવાના કારણે બે હોસ્પિટલ સહિત 170 દુકાનોને સીલ કરાઈ

સુરત ઉધના ખાતે ફાયર સેફટી ન હોવાના કારણે બે હોસ્પિટલ સહિત 170 દુકાનોને સીલ કરાઈ
X

સુરત મનપાની કડક કાર્યવાહી સામે આવી છે. ઉધના મહાલક્ષ્મી માર્કેટમાં આવેલ વર્ધમાન હોસ્પિટલ,પાર્ક હોસ્પિટલ સહિત 170 દુકાનોમાં ફાયર સેફટી ન હોવાના કારણે સીલ કરવામાં આવી છે.

સુરત તક્ષશિલા અગ્નિકાંડ ઘટના બાદ ફાયર અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શાળા ,ક્લાસીસ કોમ્પલેક્ષ સહિત એક પછી એક દુકાનોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ફાયર સુવિધા ન હોવાના કારણે ઉધના મહાલક્ષ્મી માર્કેટ માં આવેલ વર્ધમાન હોસ્પિટલ,પાર્થ હોસ્પિટલ સહિત 170 દુકાનોને સીલ મારવાની કામગીરી ફાયર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ફાયર સેફટી ન હોવાના કારણે હોસ્પિટલ ને સીલ મારવાની કામગીરી દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓના બાટલા પુરા થવાની રાહ જોવાઇ હતી બાટલા પૂર્ણ થતાં જ દર્દીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ત્યાર બાદ દર્દીના સગા દર્દીને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

Next Story
Share it