સુરત : એપીએમસીના બદલે ખેડૂતો હવે કરશે ઝોન વાઇસ શાકભાજીનું વેચાણ

0
186

સુરત એપીએમસીમાં ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોના ધસારાના કારણે કોરાના વાયરસને ફેલાતો અટકાવવા હવે ઝોનવાઇઝ શાકભાજીના વેચાણની વ્યવસ્થા કરવામાં આવી છે. 

સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવેલી વ્યવસ્થા અનુસાર ચોર્યાસી, બારડોલી, મહુવા અને પલસાણા તાલુકાના ખેડૂતો ભીમરાડ SMC પ્લોટ, દેવભૂમિ એપાર્ટમેન્ટની સામે, ભીમરાડ, સુરત તેમજ ભેસ્તાન SMC પ્લોટ, એન.એફ.આઇ. ગાર્ડનની સામે, ભેસ્તાન, સુરત ખાતે વેચાણ કરી શકશે. ઓલપાડ તાલુકાના ખેડૂતો પાલનપોર ભેસાણ SMC પ્લોટ, પ્રેસ્ટીજ રેવાન્ટા પાસે, ગૌરવપથ, પાલનપોર, સુરત અને સિંગણપોર SMC પ્લોટ, જમુના પાર્ક સોસાયટી પાસે વેચાણ કરી શકશે. 

આ ઉપરાંત કામરેજ, માંગરોળ, માંડવી અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો મોટા વરાછા SMC પ્લોટ, ગોકુલધામ સોસાયટીની સામે, રામચોક નજીક, મોટા વરાછા, સુરત ખાતે પોતાના શાકભાજીનું વેચાણ કરી શકશે ઉપરોક્ત સ્થળોએ શાકભાજી વેચાણ માટે આવનાર ખેડૂતોએ સવારે ૧૧.૦૦ વાગ્યાથી સાંજના ૦૫.૦૦ વાગ્યા દરમિયાન જ પોતાના ખેતઉત્પાદન લાવવાના રહેશે.

આ સમય દરમિયાન માર્કેટમાં પ્રવેશતાં કાછીયા, નાના વેપારી વગેરેને હાથલારી, છકડો, રિક્ષા, ટેમ્પો વગેરે જેવા વાહનોમાં જ માલ લઈ જવા દેવામાં આવશે. કોઈપણ છૂટક ઘરગથ્થુ શાકભાજી લેનાર એકલ દોકલ ગ્રાહકોને આ માર્કેટમાં પ્રવેશ કરી શકશે નહીં. બજારના સ્થળે ખેડૂતો, હાથલારીવાળા, કાછીયા, નાના વેપારી તેમજ અન્ય વ્યક્તિઓએ હાલની કોરોના સંક્રમણની મહામારીને ધ્યાને લઈ મોં ઉપર સલામતી માટેનું માસ્ક ફરજીયાત પહેરી પ્રવેશ કરવાનો રહેશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે બે વ્યક્તિઓ વચ્ચે એક મીટરનું અંતર રાખવું ફરજિયાત છે. ઉપરોક્ત સૂચનાઓ કે કોરોના વાઇરસની સૂચિત ગાઈડલાઈનનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here