Connect Gujarat
Featured

સુરત : એસ.ટી. નિગમ દ્વારા લેવાયો નિર્ણય, હોળીના તહેવારને અનુલક્ષી 480 જેટલી એક્સ્ટ્રા બસો દોડશે

સુરત : એસ.ટી. નિગમ દ્વારા લેવાયો નિર્ણય, હોળીના તહેવારને અનુલક્ષી 480 જેટલી એક્સ્ટ્રા બસો દોડશે
X

સુરત શહેરમાં હોળીના તહેવારને અનુલક્ષી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ વર્ષે પણ સુરતથી વધારાની 480 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

હોળીના તહેવારને લઇ સુરત શહેરમાં વસતા લોકો પોતાના વતન જતા હોય છે, ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષની

જેમ આ વર્ષ પણ હોળીના તહેવારને અનુલક્ષીને સુરતમાં વસતા દાહોદ, ઝાલોદ, પંચમહાલ અને અમદાવાદ સહિતના પ્રવાસીઓ માટે વધારાની

એક્સ્ટ્રા બસો ઉપાડવાનું આયોજન કર્યું છે.

ગત વર્ષે 401 જેટલી વધારાની એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેનો સારો પ્રતિસાદ મળવાથી આ વર્ષે 480 જેટલી એક્સ્ટ્રા

બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. તા. 5થી 8 માર્ચથી દરમ્યાન બપોરે 4થી રાત્રે 11 વાગ્યા સુધી સુરત સેન્ટ્રલ બસ

સ્ટેશન સામેના મેદાન પરથી એક્સ્ટ્રા બસો ઉપડશે. જેમાં પ્રવાસીઓ ટીકીટ બુકિંગ માટે સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, સુરત લિનીયર સ્ટેન્ડ તેમજ તમામ બસ

સ્ટેશનો સહિત એસ.ટી. દ્વારા નિમવામાં આવેલા બુકિંગ એજન્ટો, GSRTC ઓફિસિયલ ટિકિટ બુકિંગ મોબાઇલ એપ

અને એસ.ટી. નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી ઓનલાઇન

ટિકિટ પણ મેળવી શકશે.

Next Story