Connect Gujarat

સુરત : ઓલપાડ ખાતે 138 દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો, દિવ્યાંગ બાળકોમાં ખુશીની લહેર

સુરત : ઓલપાડ ખાતે 138 દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો, દિવ્યાંગ બાળકોમાં ખુશીની લહેર
X

સુરત જિલ્લાના ઓલપાડ બી.આર.સી. ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટેનો સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના કુલ 138 દિવ્યાંગ બાળકોને લાભ આપવામા આવ્યો હતો.

સર્વ શિક્ષા અભિયાન મિશન સુરત આઈ.ઇ.ડી. અંતર્ગત 6થી 14 વર્ષના ઓ.એચ.સી.પી., એચ.આઈ. તથા એમ.ડી. કેટેગરીના દિવ્યાંગ બાળકોનો સાધન સહાય વિતરણ કેમ્પ

બી.આર.સી. ભવન ઓલપાડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના એસેસમેન્ટ થયેલ કુલ 138 દિવ્યાંગ બાળકોને વિનામૂલ્યે

સાધન સહાય પુરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે ઓલપાડના બી.આર.સી. કો.ઓર્ડીનેટર કિરીટ

પટેલ અને જિલ્લા આઈ.ઇ.ડી. કો.ઓર્ડીનેટર મલકેશ વાઘેશ્વરીએ બાળકો અને વાલીઓને

માર્ગદર્શન આપી લાભાર્થી બાળકોને કેલિપર્સ, વ્હીલ ચેર, સી.પી. કેર, કુત્રિમ પગ, ટ્રાઇસિકલ વગેરે જેવા સાધનોનું

વિતરણ કર્યુ હતું.

આ પ્રસંગે એલિમકો સંસ્થાના ડોક્ટરોની ટીમ, ઓલપાડ તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર બળવંત પટેલ, મિલન પટેલ, વત્સલતા પટેલ, કૈલાશ ચુડાસમા તથા ચોર્યાસી

તાલુકાના સ્પેશિયલ એજ્યુકેટર શીલા પટેલ, હેમલતા પટેલ તથા દિલીપ ખસીયા, વાલીઓ તેમજ બાળકો ઉપસ્થિત

રહ્યા હતા.

Next Story
Share it