સુરત : કયાં છે દારૂબંધી, જાહેરમાં તલવારથી કપાઇ કેક અને બિયરની ઉડી છોળો, વિડીયો થયો વાઇરલ
BY Connect Gujarat3 Dec 2019 1:28 PM GMT

X
Connect Gujarat3 Dec 2019 1:28 PM GMT
ગુજરાતમાં દારૂબંધી અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટ વચ્ચે વાકયુધ્ધ ચાલી રહયું છે તેવામાં સુરતમાં વાઇરલ થયેલા એક વીડીયોએ ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાવી દીધાં છે. જુઓ શું છે વીડીયોમા.
સુરતના પોલીસ કમિશનરે જાહેરમાં કેક
કાપવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હોવા છતાં જાહેરનામાના ભંગના અનેક કિસ્સાઓ સામે
આવી રહયાં છે. ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં જાહેરમાં તલવાર અને દારૂની રેલમછેલ સાથે કેક
કાપતો વિડીયો વાયરલ થયો છે. દારૂના ધંધા સાથે સંકળાયેલા સુનિલ નામનો વ્યક્તિ
જાહેરમાં બે તલવારથી બર્થ ડે ની ઉજવણી કરતાં હોવાનું લોકો જણાવી રહયાં છે. પોલીસ આ
વિડીયોની ખરાઇ કરી જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી
રહયાં છે.
Next Story