Connect Gujarat
ગુજરાત

સુરત: કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાનો પુત્ર શરદ ફરી વિવાદમાં

સુરત: કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાનો પુત્ર શરદ ફરી વિવાદમાં
X

કામરેજના ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના પુત્ર શરદ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટને લઈને ધમકી આપવામાં આવી હોવાની સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ નોંધાવનારે ધમકી આપતું રેકોર્ડિંગ પણ પોલીસને આપ્યું છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

[gallery td_gallery_title_input="સુરત: કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાનો પુત્ર શરદ ફરી વિવાદમાં" td_select_gallery_slide="slide" size="large" ids="106806,106807,106808,106809,106810,106811"]

પાસોદ્રા ગામ ખાતે રહેતા વેપારી રાજેન્દ્રભાઈ લવાભાઈ સવાણીએ ગત 2 ઓગસ્ટના રોજ ફેસબૂકમાં શાળાને લગતી પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, જે શાળાની મુલાકાત લીધી તેની હાલત જોઈ અને જોઈએ તો કેટલા સમયમાં નિકાલ આવશે?. રાજેન્દ્રભાઈનો આ લખાણ કરવા પાછળનો હેતુ એ હતો કે, સરકારી શાળાની સમસ્યાનો નિકાલ થાય તેવો હતો અને આ પોસ્ટ કોઈ વ્યક્તિને ઉદેશીને કરી ન હતી.

દરમિયાન 3 ઓગસ્ટના રોજ કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવડીયાના દીકરા શરદ ઝાલાવડીયા સાથે ફોનમાં વાતચિત થઈ હતી. જેમાં શરદ ફેસબૂક પોસ્ટ અંગે એલફેલ બોલવા લાગ્યો હતો. અને જણાવ્યું હતું કે, તમારા ખોટા કામમાં કોઈ સાથ સહકાર ન આપે અને તમારા જે આકા હોય તેને કહી દેજો કે માપમાં રહે. અને ગાળા ગાળી કરી અસભ્ય વર્તન કર્યું હતું. જેથી ગાળો ન આપવા જણાવતા ધમકી આપી હતી કે, હવે ધારાસભ્ય વિરુદ્ધ પોસ્ટ મૂકી જોવો પછી ખબર પડશે. રાજેન્દ્રભાઈને આપવામાં આવેલી ધમકીના કારણે સરથાણા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્યના પુત્ર શરદ ઝાલાવડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Next Story
Share it