Top
Connect Gujarat

સુરત : ખટોદરા કસ્ટડી મોત મુદ્દે મૃતકના પરિવારની દોષીતો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ

સુરત : ખટોદરા કસ્ટડી મોત મુદ્દે મૃતકના પરિવારની દોષીતો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ
X

સુરતના પોલીસ કસ્ટડી મોત મામલે મૃતક ઓમપ્રકાશ પાંડેના પરિવારજનો મૃતદેહ સ્વીકારવા નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સુરત ખટોદરા પોલીસ કસ્ટડીમાં ઘરફોડ ચોરીના આરોપી કસ્ટડી મોત મામલે મૃતકના ભાઈ વિશાલ પાંડે અને સસરા જગદીશ મિશ્રાએ ખટોદરા પોલીસે ઓમપ્રકાશને માર મારી હત્યા કરી દેવાનો પોલીસ પર ગંભીર આરોપ મુક્યો છે. સાથે સાથે દોષીતો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તમામ દોષિત પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ પણ એમના પરિવારજનોએ કરી છે. મૃતક ઓમપ્રકાશની પત્ની ગર્ભવતી છે. બાળકને તે જન્મ આપે પહેલા જ ઓમપ્રકાશની હત્યા કરી દેવામાં આવી હતી.

Next Story
Share it