Connect Gujarat

સુરત : ખાંડ નિયામકના મતદારો અંગેના હુકમનો વિરોધ, સાયણ ખાતે સભાસદોની મળી બેઠક

સુરત :  ખાંડ નિયામકના મતદારો અંગેના હુકમનો વિરોધ, સાયણ ખાતે સભાસદોની મળી બેઠક
X

સુરત જિલ્લાના ઓલપાડના સાયણ ખાતે જીનમાં સુગર મિલના ખેડૂત સભાસદોની મહત્વની મિટિંગ મળી હતી. ખાંડ નિયામક દ્વારા સુગર મિલોની ચૂંટણી ટાણે કરવામાં આવેલા હુકમને લઈ મિટિંગ મળી હતી.

હવે થોડા સમય માંજ

દક્ષિણ ગુજરાતની 13 જેટલી સુગર મિલોની ચૂંટણી યોજાવાની છે. તેવા સમયે જ

ગુજરાત રાજ્ય ખાંડ નિયામક દ્વારા એક હુકમ કરવામાં આવ્યો છે અને જેમાં છેલ્લા 5 વર્ષમાં ઓછામાં ઓછી બે વાર જે સભાસદ દ્વારા સુગર મિલમાં

શેરડી નહીં નાખવામાં આવી હોય એવા સભાસદ એટલે કે બિન ઉત્પાદક સભાસદ ઉમેદવારી કે

મતદાન કરી શકશે નહીં ત્યારે સુગર મિલોના સભાસદને વિશ્વાસમાં લીધા વગર જ ખાંડ નિયામકના

હુકમનો સભાસદો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આવનારી 6 તારીખે તમામ સભાસદો એકઠા થઇ સાયણ સુગર અને કામરેજ

સુગરના પ્રમુખને આવેદન આપી હુકમ રદ્દ કરવા પ્રમુખને રજુઆત કરવામાં આવશે

સુરત જિલ્લાની તમામ સુગર મિલોનો પાયો વર્ષો પહેલા નાખવામાં આવ્યો છે.

સુગર મિલોને શરૂ કરવા સભાસદોએ વર્ષો પહેલા લોહી પાણી એક કર્યા હતા. ત્યારે ખાંડ

નિયામક દ્વારા અચાનક કરવામાં આવેલા હુકમથી સભાસદોમાં પણ ખુબજ રોષ જોવા મળી રહ્યો

છે.

જોકે ગુજરાત રાજ્ય ખેડૂત

સમાજ ખાંડ નિયામાકના આ હુકમ ને રિટેલ એફ.ડી.આઈ દેશમાં

ઘુસાડવા સહકારી માળખાને નેસતા નાબૂદ કરવાની ખેડૂત

વિરોધી સરકારની એક ચાલ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

Next Story
Share it