Connect Gujarat

સુરત : છેલ્લા 12 દિવસથી 65 હજાર લુમ્સના કારખાનાઓ છે બંધ, જાણો શું છે કારણ..!

સુરત : છેલ્લા 12  દિવસથી 65 હજાર લુમ્સના કારખાનાઓ છે બંધ, જાણો શું છે કારણ..!
X

સુરતમાં કાપડના કારખાનામાં કારીગરનાં મોત થવાથી બંધને પગલે અનેક કારીગરોએ તીવ્ર પ્રત્યાઘાત દર્શાવતા અંદાજે 65 હજાર લુમ્સના કારખાના બંધ રહેવા પામ્યાં હતા. જેમાં અસામાજિક તત્વો કારખાના ખોલવા દેતા ન હોવાના આક્ષેપ સાથે મોરચો પોલીસ કમિશ્નરની કચેરીએ પહોંચ્યો હતો.

ગત તારીખ 7 ફેબ્રુઆરીના રોજ લસકાણા ગામ નજીક ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં એક કારીગર કામ કરતો હતો, તે દરમ્યાન અચાનક જ કારીગરનું મોત નીપજતા અન્ય કારીગરોમાં રોષ ફેલાયો હતો. કારખાનામાં કામ કરતાં કારીગરોએ રૂપિયા 10 લાખ વળતર આપવાની માંગણી કરી હતી, ત્યારે મૃતકના પરિવારને માત્ર 2 લાખ રૂપિયાનું વળતર આપવા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝના સત્તાધીશો તૈયાર હતા. ઘટનાને પગલે કારીગરોએ વિવરની વાત નહીં માની 10 લાખ વળતરની માંગ સાથે કામથી દૂર રહી કારખાના બંધ કરી દીધા હતા, ત્યારે કારખાનેદારોએ અસામાજિક તત્વો કારખાના ખોલવા દેતા ન હોવાનો આરોપ કર્યો હતો.

કારખાનેદારોએ આરોપ મૂકતા જણાવ્યું હતું કે, બેશક કારખાનેદારો મૃતકના પરિવારને નુકશાની વળતરના રૂપિયા આપવા તૈયાર છે, પરંતુ અસામાજિક તત્વો રોકડા રૂપિયા માંગી રહ્યા છે. સુરતના લસકાણા અને સાયણ વિસ્તારમાં આ કારણે ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો છે. છેલ્લા 12 દિવસથી કારખાનાઓ બંધ હોવાને કારણે લુમ્સ કારખાનેદારોને કરોડો રૂપિયાના પ્રોડક્શનમાં નુકશાન થઇ ચૂક્યું છે. તો લુમ્સ કારખાનેદારોએ જણાવ્યું હતું કે, કામદારનું હાર્ટ એટેકથી કુદરતી મોત થયું હોવાના સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવે છે, છતાં કામદારો કરંટ લાગવાના કારણે મોત થયું હોવાનું જણાવી હંગામો મચાવી રહ્યા છે.

Next Story
Share it