Connect Gujarat

સુરત : ડભોલી ઓવરબ્રિજ પરથી પસાર થતી કાર આગના ગોળામાં ફેરવાય, ચાલકનો બચાવ

સુરત : ડભોલી ઓવરબ્રિજ પરથી પસાર થતી કાર આગના ગોળામાં ફેરવાય, ચાલકનો બચાવ
X

રાજયમાં કારમાં આગ લાગવાના બનાવો વધી રહયાં છે ત્યારે સુરતના ડભોલી ઓવરબ્રિજ પરથી પસાર થતી કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આગની ઘટનામાં કારચાલકનો બચાવ થયો છે.

સુરતના ડભોલી ઓવરબ્રિજ પરથી પસાર થતી કારમાં અચાનક આગ ફાટી

નીકળી હતી. આગની જાણ થતાં કારના ચાલકે કારને તરત સાઇડમાં પાર્ક કરી દીધી હતી અને નીચે

ઉતરી ગયો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અફરાતફરીનો માહોલ જોવા

મળ્યો હતો. ફાયરબિગ્રેડની ટીમે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો

હતો. આખી કાર બળીને ભસ્મીભુત થઇ ગઇ હતી પણ સદનસીબે કારચાલકનો આબાદ બચાવ થયો હતો.

શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.

Next Story
Share it