Connect Gujarat

સુરત : ડુમસના ફાર્મમાંથી નશાની હાલતમાં ઝડપાયેલા 39 નબીરાઓના જામીન નામંજુર

સુરત : ડુમસના ફાર્મમાંથી નશાની હાલતમાં ઝડપાયેલા 39 નબીરાઓના જામીન નામંજુર
X

સુરત ડુમ્મસ રોડ ખાતે આવેલાં આશીર્વાદ ફાર્મમાં ચાલી રહેલી લીપયરની પાર્ટીમાં પોલીસે દરોડો પાડી 13 યુવતીઓ સહિત 52 લોકોની અટકાયત કરી હતી. જેમાં 39 યુવાનોના રીમાન્ડ પુર્ણ થયા બાદ કોર્ટમાં રજુ કરવામાં આવતાં કોર્ટે જામીન નામંજુર કરી તમામને જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો છે.

સુરતના

ડુમ્મસ રોડ પર આવેલાં આર્શીવાદ ફાર્મ હાઉસમાં લીપયર પાર્ટીમાંથી ઝડપાયેલાં 39 યુવકોના જામીન કોર્ટે નામંજુર કરી

જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી દેવાા આદેશ કર્યો છે. આશીર્વાદ ફાર્મ હાઉસમાં પોલીસે

દરોડા પાડતા દારૂની મહેફિલ માણતા 52 જેટલા લોકો પકડાયા હતા પોલીસે દારૂની

મહેફિલમાં દારૂ પૂરો પાડનાર બિપિન પટેલની પણ ધરપકડ કરી હતી. પાર્ટીમાંથી ઝડપાયેલાં

39 યુવાનોના

રીમાન્ડ પુર્ણ થતાં તેમને કોર્ટમાં રજુ કરાયાં હતાં. કોર્ટે તમામના જામીન નામંજુર

કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો છે. કોર્ટના આદેશ બાદ કેટલાક વાલીઓ

રડી પડયાં હતાં. બીજી તરફ યુવાનોને જામીન નહી મળતાં વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો વાલીઓએ

આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દારૂ પીનાર કરતા વેચનાર સામે કેમ કડક કાર્યવાહી થતી

નથી.આ ઉપરાંત વાલીઓ જજને મળવાની માંગ કરી પ્રોહીબિશન કોર્ટ બહાર ભારે હોબાળો

મચાવ્યો હતો

Next Story
Share it