Connect Gujarat
ગુજરાત

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ મામલે પોલીસે મનપાના 2,બિલ્ડર,GEB મળી વધુ ચાર આરોપીઓની કરી ધરપકડ

સુરત : તક્ષશિલા અગ્નિકાંડ મામલે પોલીસે મનપાના 2,બિલ્ડર,GEB મળી વધુ ચાર આરોપીઓની કરી ધરપકડ
X

સુરત તક્ષશિલા અગ્નિકાંડ મામલે પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે તક્ષશિલા અગ્નિકાંડમાં 22મા માસુમોના મોત થયા હતા. અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ થઈ છે.

સુરત સરથાણા તક્ષશિલા અગ્નિકાંડ ઘટનામાં પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગત 24 મેના રોજ તક્ષશિલા માર્કેટમાં આગની ઘટનામાં 22 માસુમોના મોત થયા હતા. અગ્નિકાંડ ઘટનામાં પોલીસે અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે ગઈ કાલે તક્ષશીલા આરકેડના બિલ્ડર રવીન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કહાર,મનપાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર પી ડી મુનશી,વરાછા ઝોનના તત્કાલીન એકઝીક્યુટિવ એન્જિનિયર,નાયક સરથાણા સબ ડિવિઝનના (DGVCL) માં ફરજ બજવતા જયેશ રમણલાલ સોલંકી ચારે આરોપીઓ વિરોદ 304,308ના ગુનામાં પોલીસે ધરપકડ કરી છે.

આરોપીઓ વિરુદ્ધ તક્ષશિલા અગ્નિકાંડ મામલે સરથાણા માં 304 હેઠળ ગુનો દાખલ હતો તક્ષશીલા આરકેડના બિલ્ડર રવીન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કહાર દ્વારા ભાગીદારી હોવા છતાં જરૂરી ધારા ધોરણ પ્રમાણે પરમિશન ન મેળવી હતી અમે ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું હતું.

જયારે મનપા વરાછા ઝોનમાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર પી ડી મુનશી હતા. બીનાધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે રજૂ થયેલા પ્લાન સ્થળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં બહાલી આપી નીતિ નિયમો વિરુદ્ધ ઈંપેક્ટ ફી મંજૂર કરી અને ગંભીર તેમજ ગુનાહિત બેદરકારી બેદરકારી દાખવેલ છે.

બીજી બાજુ વરાછા ઝોનમાં તત્કાલીન એકઝીક્યુટિવ એન્જિનિયર જયેશ રમણલાલ સોલંકી જે પર હતા અને રજુબતયેલા પ્લાન સ્થળ સ્થિતિ સાથે સુસંગત ન હોવા છતાં કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના C.O.R ( સેર્તિફિકેટ ઓફ રેગ્યુલઈઝેશન ) ઈશ્યુ કરી ખોટી રીતે મંજુર થયેલા ઈંપેક્ટ ફી ના સરટીફીકેટ દ્વારા અધિકૃત બતાવી ફરજચૂક અને ગંભીર તેમજ ગુનાહિત બેદરકારી દાખવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી છે.સરથાણા સબ ડિવિઝનના (DGVCL) માં ફરજ બજવતા દિપકભાઇ ઇશ્વરલાલ હતા , દિપક દ્વારા બિલ્ડર આરોપીઓને ટ્રાન્સફોર્મર , ફુયઝ , ગ્રાહક તરફથી કરવામાં આવેલા વિજવપરાશની મંગણી સામે ચકાસણી , ગેરકાયદેસર વિજ કનેક્શન ની ચકાસણી તેમજ *આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી વિજકનેક્શન બંધ/ડાઉન ન થવામાં ફરજ ચૂક અને ગંભીર તેમજ ગુનાહિત બેદરકારી દાખવી હતી .

તક્ષશિલા અગ્નિકાંડ પકડાયેલા પાલિકાના બે, એક બિલ્ડર અને એક GEB ના અધિકારીઓ ના વિઝ્યુઅલ આપવાની પોલીસ કમિશ્નર એ ના પાડી હતી ધરપકડ પામેલા અધિકારીઓ રેપ્યુટેડ હોવાનું જણાવી વિઝ્યુઅલ નહીં મળે કમિશ્નર રે જણાયું હતું 22 વિદ્યાર્થીઓ ની ચિતા પર 4 અધિકારીઓ છતાં કોઈ વિઝ્યુઅલ નહીં આપવાનો પોલીસ કમિશ્નર સતીસ શર્મા એ નિર્ણય લીધો છે સુરત તક્ષશિલા અગ્નિકાંડ માં અત્યાર સુધી માં કુલ 9 ની ધરપકડ થઇ છે જેમાં 2 ફાયર અધિકારી,1 ટ્યુશન સંચાલક,2 મનપા અધિકારી,3 બિલ્ડર ની ધરપકડ,1 DGVCL અધિકારી હાલ પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી તાપસ વધુ શરૂ કરી હતી.

Next Story