સુરત : દારૂના નશામાં ધૂત કાર ચાલકને લોકોએ જાહેરમાં ફટકાર્યો
BY Connect Gujarat7 Sep 2019 3:12 PM GMT

X
Connect Gujarat7 Sep 2019 3:12 PM GMT
સુરતના મજુરાગેટ અને એલબી ફાયર સ્ટેશન વચ્ચે દારૂના નશામાં ધૂત કાર ચાલકને લોકોએ જાહેરમાં ફટકાર્યો હતો. આ ઘટનાનો વીડીયો વાઇરલ થઇ રહયો છે.
સુરતના મુજરાગેટ ખાતે નશામાં ધૂત કાર ચાલકે રોગ સાઈડ પર કાર હંકારી ફૂટપાથ પર ચઢાવી રાહદારીઓને અડફેટે લીધા હતાં. આ ઘટનામાં એક બાઇક સવાર પર હુમલો કરાયો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. મહિલાઓએ પણ કાર ચાલકની જાહેરમાં ધુલાઈ કરી ગુસ્સો બહાર કાઢ્યો હતો. જોકે ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આવતા નશામાં ધુત કારચાલકને પકડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. આખી ઘટનાનો વીડિયો વાઇરલ થતા ફરી એકવાર દારૂડિયાઓની મસ્તી અને તેમને પડેલો માર કેમેરામાં કેદ થઈ ગયો હતો.
Next Story