ઉત્તર ભારતીયો દ્વારા વેકેશનને લઈને સાપ્તાહિક ટ્રેનો સંદર્ભે રેલવે તંત્રને કરી હતી રજૂઆત

દેશના 3 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી હતી. જેના પગલે તંત્ર દ્વારા નવી જાહેરાતો ઉપર પણ રોક લગાવી દેવામાં આવી હતી. જોકે લોકોની માંગ જોતાં આચાર સંહિતાને લીધે અટકી પડેલી દિવાળી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત પણ રેલવે તંત્રને કરવી પડી હતી. જેમાં ઉધના થી છપરા સહિતની વિશેષ ટ્રેનોની જાહેરાત કરી દેવામાં આવી છે.

ઉધના-છપરા સાપ્તાહિક ટ્રેન દિવાળીનાં સમયમાં 8 ફેરા મારશે. જેમાં દર રવિવારે આ ટ્રેન સુરતનાં ઉધના સ્ટેશનેથી રાત્રે 11.55 વાગ્યે રવાના થશે અને મંગળવારે સવારે 6.15 વાગ્યે છપરા સ્ટેશને પહોંચશે. તો આ ટ્રેન મંગળવારે છપરાથી સવારે 7.50 વાગ્યે ઉપડી બુધવારે બપોરે 1.15 વાગ્યે ઉધના સ્ટેશને આવી પહોંચશે.

મુંબઈ સેન્ટ્રલ-લખનઉ સાપ્તાહિક એસી સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ગુરુવારે મુંબઈ સેન્ટ્રલથી સાંજે 7.35 વાગ્યે પ્રસ્થાન કરશે. આ ટ્રેન 26 ઓક્ટોબરથી 23 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે. બાંદ્રા ટર્મિનસથી ગોરખપુરની સાપ્તાહિક વિશેષ ટ્રેન પણ 6 ફેરા મારશે. તો ગાંધીધામ-ભાગલપુર સાપ્તાહિક વિશેષ ટ્રેન પણ વાયા આણંદ અને ગોધરા થઇ દોડાવાશે.

દિવાળી પર ઉધના-છપરા સહિતની કુલ 4 વિશેષ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો રેલવે તંત્રએ નિર્ણય લીધો છે. આ નવી વેકેશન સ્પેશિઅલ સ્ટેનોની જાહેરાત થતાં ઉત્તર બારતીયોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

 

LEAVE A REPLY