Connect Gujarat
ગુજરાત

સુરત : નિવૃત પોલીસ કમિશ્નર બન્યાં સાયબર ક્રાઇમનો ભોગ, ખાતામાંથી ઉપડી ગયાં ૪૮૯૯ રૂપિયા

સુરત : નિવૃત પોલીસ કમિશ્નર બન્યાં સાયબર ક્રાઇમનો ભોગ, ખાતામાંથી ઉપડી ગયાં ૪૮૯૯ રૂપિયા
X

સુરતમાં ઓનલાઇન ઠગાઈના અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ હવે સુરતના પુર્વ પોલીસ કમિશ્નર ખુદ સાયબર ક્રાઇમનો ભોગ બન્યાં છે. સતીષ શર્માના બેંક ખાતામાંથી 4,899 રૂપિયા ઉપડી જતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

દેશ કેશલેસ બનવાની દિશામાં આગળ વધી રહયો છે ત્યારે ઓનલાઇન ઠગાઇના કિસ્સાઓ વધી રહયાં છે. સાયબર ક્રાઇમના વધી રહેલાં વ્યાપનો ભોગ સુરતના પુર્વ પોલીસ કમિશનર બન્યાં છે. સુરતના પીપલોદ ઝીંઝર હોટલની સામે ફોર સીઝન્સમાં રહેતા નિવૃત પોલીસ કમિશનર સતીશ શર્માનું ગાંધીનગરની એસબીઆઈ બેંકમાં એકાઉન્ટ છે. તા. 26મી તારીખે સવારે 7.45 વાગ્યે તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં નિવૃત્ત સીપીએ કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કર્યું હોવા છતાં ખાતામાંથી રૂપિયા ૪૮૯૯ ઊપડી ગયા હતાં. સાયબર ક્રાઇમ આચરતી ટોળકીએ પુર્વ પોલીસ કમિશનરના ડેબિટ કાર્ડ નંબર અને પાસવર્ડ ચોરી કરી ટ્રાન્ઝેક્શન કર્યું હતું. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવ્યાં બાદ ચાર મહિના પહેલાં જ તેઓ નિવૃત થયાં છે. તેમણે બનાવ સંદર્ભમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

Next Story
Share it