Connect Gujarat
ગુજરાત

સુરત: પતિને છોડાવવા જતાં પત્નીને પોલીસે મારતા લોહીલુહાણ

સુરત: પતિને છોડાવવા જતાં પત્નીને પોલીસે મારતા લોહીલુહાણ
X

દુકાનમાં 10 રૂપિયાની ચૂકવણી માટે થયેલી બબાલમાં મહિલાએ પોલીસને બોલાવી હતી

સુરતનાં પાંડેસરામાં નાગસેનનગરમાં વિશાલ તેનાં પરિવાર સાથે રહે છે. જે ઘરેથી થોડા અંદરે કાલુના દુકાને દિકરીને લઈને ખરીદી કરવા ગયો હતો. દુકાને કાલુની માતા બેઠેલી હતી. વિશાલે જેને 10 રૂપિયા આપ્યા હતા. જોકે કાલુની માતાનું કહેવું હતું કે વિશાલે રૂપિયા નહીં આપ્યા. તેના માટે બંને વચ્ચે ઝગડો થયો હતો. થોડા સમયમાં કાલુની માતાએ પોલીસને જાણ કરતા પોલીસ વિશાલના ઘરે પહોંચી ગઈ હતી. ત્યાં વિશાલ સાથે વિવાદ થતાં પોલીસે વિશાલને મારવાનું શરુ કર્યું હતું. તેને બચાવવા તેની પત્ની બાલી (30 વર્ષ) વચ્ચે પડી હતી.

વિશાલને બચાવવા જતાં પોલીસે તેની પત્ની બાલીને પણ માથામાં દંડા મારી દીધા હતા. જેના કારણે તેના માથામાં ગંભીર ઈજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. ત્યાર બાદ પોલીસ ત્યાંથી ચાલી ગઈ હતી. બાલીને સારવાર માટે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાં તેનીના માથામાં 10 થી વધુ ટાંકા આવ્યા હતા. આ બાબતે રાત્રે પાંડેસરા પોલીસને પુછતા તેઓએ કોઈ પણ બનાવ બન્યો હોવાનો ઇનકાર કર્યો હતો.

Next Story
Share it