સુરત : પુણાગામમાં હેલમેટધારી લુંટારૂઓ જવેલર્સની દુકાનમાં ત્રાટકયાં, લાખો રૂપિયાની લૂંટ

સુરતના પુણાગામ વિસ્તારમાં સિલિકોન સર્કલ પાસે આવેલી જવેલરીની દુકાનમાં હેલમેટ પહેરીને ત્રાટકેલા છ થી સાત જેટલા લુંટારૂઓ લાખો રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયાં છે. જવેલર્સ ની દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તમામ લૂંટારૂઓ દેખાઇ રહયાં હોવાથી પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી છે.
દિવાળીના
તહેવારને લઇ સુરત પોલીસે પેટ્રોલિંગ
સઘન બનાવ્યું છે પરંતુ પોલીસ પેટ્રોલિંગ ના પણ ધજાગરા ઉડાવતી ઘટના સુરતમાં બની છે.
લોકોની ભારે અવર- જવરથી ધમધમતા રસ્તા પર આવેલી જવેલર્સની દુકાનમાં સમી સાંજે લાખો
રૂપિયાની લૂંટ થતાં પોલીસ દોડતી થઇ ગઇ છે. પુનાગામ સ્થિત સિલ્વર હાઇટ્સના ગ્રાઉન્ડ
ફ્લોરના ભાગે આવેલ વિધાતા જ્વેલર્સ નામની દુકાનમાં ઘુસી આવેલા હેલમેટધારી છ જેટલા
શખ્સો એ બંદૂકની અણીએ બંધક બનાવી આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.
જવેલર્સની દુકાનમાં પ્રવેશેલા બે હેલ્મેટધારી અને ત્રણ મોઢે રૂમાલ બાંધી આવેલાં લુંટારૂઓ સોનાના ઘરેણાં ભરેલાં દસ જેટલા બોક્સ કોથળામાં ભળી લૂંટ ચલાવ્યા બાદ ફરાર થઈ ગયા હતા.છ પૈકીના ત્રણ હેલ્મેટધારી લૂંટારુઓએ વેપારીને પકડી રાખ્યા હતાં જ્યારે મોઢે રૂમાલ બાંધી આવેલા લૂંટારુઓએ લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ પળભરમાં જ ગાયબ થઈ ગયા હતા.જ્યાં ઘટનાની જાણકારી મળતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ નો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.પોલીસે દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી હતી..લૂંટ કરવા આવેલા આરોપીઓએ સૌ પ્રથમ વેપારીને બંધક બનાવી જણાવ્યું હતું કે,"હિલના મત ચૂપચાપ ખડે રહો " તે પ્રમાણે ની ધમકી આપી હતી. જવેલર્સમાં બનેલી લૂંટની ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની આશંકા સેવાઇ રહી છે