સુરત : પોલીસની માનવતા મહેકી, એક પણ વ્યક્તિ ભૂખ્યું ન રહે તે પોલીસનો નીર્ધાર

0

સુરતમાં કોરોના વાયરસ માં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ માનવ સેવાનું પણ કાર્ય કરી રહી છે. રોડ, રસ્તા પર રહેતા લોકો કોરોનાના કહેરની વચ્ચે ભૂખ્યા ન રહે તે માટે ACP કક્ષાના અધિકારી ગરીબ લોકોને ભોજન આપી માનવ સેવા કરી રહ્યા છે.

વિશ્વ સહિત ભારતભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહીયો છે, ત્યારે સરકાર દ્વારા કોરોના વાયરસનો કહેર અટકાવવા 14 એપ્રિલ સુધી સંપૂર્ણ ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું સંગ્રહ કરી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસ દરમ્યાન આપવામાં આવેલ લોડાઉન દરમ્યાન પેટ્રોલીંગ કરવાની સાથે સાથે પોલીસ દ્વારા સેવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ફૂટપાથ પર રહેતા લોકોને મદદ કરવા સુરત પોલીસ મહત્વની કામગીરી કરી રહી છે. જેમાં ACP કક્ષાના અધિકારી જરૂરિયાતમંદ લોકોને ભોજન પહોંચાડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here