Connect Gujarat
ગુજરાત

સુરત પોલીસને ચકમો આપી કુખ્યાત આરોપી ફરાર

સુરત પોલીસને ચકમો આપી કુખ્યાત આરોપી ફરાર
X

ચોક્કસ આયોજન મુજબ જુબેર પોલીસની નજર ચૂકવી ને કાર માં બેસી ભાગી ગયો

પ્રોહીબીશન તેમજ હથિયાર રાખવાના ગુના માં હાંસોટ ખાતે થી જુબેર હુસેન ઘડીયાળી ની સુરત પોલીસે ધરપકડ કરી હતી,આરોપી ને પોલીસ જાપ્તા સાથે અમદાવાદ હોસ્પિટલ માં શારીરિક તપાસ અર્થે લઇ જવામાં આવ્યો હતો.ત્યાં થી પરત ફરતી વેળા એ અંકલેશ્વર ને.હા.નં 8 પરની ચટપટા હોટલ પર પોલીસ તેને લઈને જમવા રોકાય હતી જ્યાંથી પોલીસે ને ચકમો આપી ને આરોપી ફરાર થઇ જતા પોલીસ પર પણ શંકાની સોય ભોંકાય રહી છે.

ભરૂચ જીલ્લાના હાંસોટ ખાતે થી પ્રોહીબીશન અને હથિયાર રાખવાના ગુના માં મોસ્ટ વોન્ટેડ આરોપી જુબેર હુસેન ઘડીયાળી ની સુરત પોલીસે તાજેતર માં જ ધરપકડ કરી હતી,અને સુરત ની લાજપોર જેલ માં તેને રાખવામાં આવ્યો હતો.તારીખ 7મી નારોજ જુબેર ને લાજપોર પોલીસ ના જાપ્તા સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં શારીરિક તપાસ અર્થે લઇ ગયા હતા,જ્યાંથી પરત ફરતીવેળા પોલીસ આરોપી ને લઈને અંકલેશ્વર ને.હા.નં 8 પર આવેલ ચટપટા હોટલ માં જમવા માટે રોકાય હતી.તે સમયે જુબેર નો પરિવાર પણ તેને મળવા માટે ત્યાં આવ્યો હતો,અને બસ આજ તકનો લાભ લઇ ને જુબેર પોતાના પરિવારજનો ની મદદ થી તેઓની સાથે સ્વીફ્ટ કારમાં બેસીને પોલીસની નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો.

ઘટના ના પગલે પોલીસ તંત્ર એ જુબેરને શોધવા ના ચક્રોગતિમાન કર્યા છે,ત્યારે પ્રશ્ન એ થાય છે કે અંકલેશ્વર થી સુરત માત્ર અંદાજીત 45 થી 50 કિ.મી.દુર છે તો પોલીસ શા માટે અસુરક્ષિત હાઈવે પર ની હોટલ પર જુબેર ને લઈને જમવા માટે રોકાય.અને તેનાં પરિવારજનો ને કેવી રીતે જાણ થઇ કે પોલીસ જુબેરને લઈને આજ હોટલ પર જમવા રોકાવાની છે.ઉપરાંત પોલીસ નો જાપ્તો કેવો હતો કે તેને ફરાર થવામાં સરળતા રહી.તમામા બાબતો ને ધ્યાન માં રાખીને સુરત પોલીસ ના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે.તેમજ અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Next Story
Share it