Connect Gujarat
ગુજરાત

સુરત: પ્રતિબંધ હોવા છતાં વરઘોડામાં વરરાજાએ કર્યું ફાયરિંગ, વિડીયો વાયરલ

સુરત: પ્રતિબંધ હોવા છતાં વરઘોડામાં વરરાજાએ કર્યું ફાયરિંગ, વિડીયો વાયરલ
X

સુરતમાં જાહેરમાં ફાયરિંગ પર પ્રતિબંધ વચ્ચે જિલ્લામાં લગ્નના વરઘોડામાં ફાયરિંગના અચાનક અવાજથી જાનૈયાઓના જીવ પડીકે બંધાયા હતા. પરંતુ ફાયરિંગ કરનાર કોઈ બીજું નહીં પણ વરરાજા જ હોવાનું જોતા તમામે રાહતનો દમ લીધો હતો. પોતાના જ લગ્નમાં વરરાજાએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી લગ્નમાં અશાંતી ફેલાય તેવો માહોલ ઉભો કર્યો હતો.

એટલુંજ નહીં પણ વરરાજાના માતા-પિતાએ પણ રિવોલ્વર હાથમાં પકડીને વીડિયો ગ્રાફી કરાવવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. સુરત જિલ્લામાં વાઇરલ થયેલા આ વીડિયોએ ફરી એકવાર પોલીસના માટે આ લગ્નનો વરઘોડો કોનો હતો તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે.

વરઘોડામાં હથિયાર કાઢીને ગોળીઓ છોડવાની ઘટનાઓના કારણે ગૃહવિભાગે હવે એક પરીપત્ર જીલ્લા પોલીસ વડાને તથા પોલીસ કમિશનરને પાઠવીને લગ્નપ્રસંગ કે કોઇપણ જાહેર કાર્યક્રમમાં ફાયરીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર પરવાનેદારોને લાયસન્સ રદ કરી દેવામાં આવશેનું પણ ઉલ્લેખાયું હતું. જોકે, એક ચર્ચા મુજબ આ વિડિયો પાલગામનો હોવાના અનુમાનની સાથે ફાયરીંગ કરનારા પૂર્વ જિલ્લા કારોબારીના સભ્ય હિંતેંન્દ્ર વાસિયા હોવાનું પણ કહેવાઇ રહ્યું છે. જો કે સુરત જિલ્લામાં લગ્નમાં થયેલા ફાયરિંગને લઈને શું તપાસ કરવામાં આવે છે તે ચર્ચાનો વિષય બન્યો છે.

Next Story