Connect Gujarat

સુરત : પ્રોફેશનલ ટેક્ષ નાબૂદ કરવા રત્ન કલાકારોએ કરી માંગ, તો બંધના એલાનની પણ કરાઇ છે અપીલ

સુરત : પ્રોફેશનલ ટેક્ષ નાબૂદ કરવા રત્ન કલાકારોએ કરી માંગ, તો બંધના એલાનની પણ કરાઇ છે અપીલ
X

પ્રોફેશનલ ટેક્ષ નાબૂદ કરવાની માંગ સાથે સુરત જિલ્લા રત્ન કલાકાર વિકાસ સંઘ દ્વારા આગામી તા. 15 થી 17 માર્ચ સુધી પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરવામાં આવી

છે.

સુરતમાં હીરા ઉધ્યોગકારો પાસેથી વ્યવસાય વેરો નાબૂદ કરવા અનેક રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે સરકારે અગાઉ આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ આજ

દિન સુધી કોઈ નિવેડો નહિ આવતા આખરે સુરતના રત્ન કલાકારોએ મીટીંગ બોલાવી હતી. જેમાં રત્ન કલાકારોએ હડતાલ પર ઉતરવાનો નિણર્ય કર્યો છે.

પ્રોફેશનલ ટેક્ષ નાબૂદ કરવાની માંગ સાથે આગામી તા. 15થી 17મી માર્ચ સુધી પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની

જાહેરાત કરાઈ છે. તો સાથે 6 માર્ચના રોજ કલેકટર કચેરી

ખાતે ડાયમંડ એસોસીએશન અને જેમ્સ

એન્ડ જ્વેલરી દ્વારા આવેદન

પત્ર આપવામાં આવશે. રત્ન કલાકાર વિકાસ સંઘ દ્વારા તા.

17મીએ બંધના એલાનની અપીલ પણ કરાઈ છે. ઉપરાંત દર વર્ષે સરકાર રત્ન કલાકારો માટે બજેટ ફાળવે તે બાબતે રજૂઆત પણ કરવામાં આવશે.

Next Story
Share it