Connect Gujarat

સુરત : ફિલ્મી દ્રશ્યની જેમ મર્સિડિઝ કારે BRTSની રેલીંગ તોડી સર્જ્યો અકસ્માત, ડ્રાઈવરને પહોંચી ઇજા

સુરત : ફિલ્મી દ્રશ્યની જેમ મર્સિડિઝ કારે BRTSની રેલીંગ તોડી સર્જ્યો અકસ્માત, ડ્રાઈવરને પહોંચી ઇજા
X

સુરત શહેરના પુણા વિસ્તારમાં BRTSના રોડ પર એક કાર બેકાબુ બનતા ફિલ્મી દૃશ્યની જેમ અકસ્માત સર્જાયો હતો. ઓવર સ્પીડને કારણે ડ્રાઇવરનો સ્ટિયરિંગ ઉપર કાબુ ન રહેતા BRTSની રેલીંગ તોડી કાર ડીવાઈડર પર ચઢી ગઈ હતી.

સુરત પુણાગામ રોડ પર પૂર ઝડપે આવી રહેલ મર્સિડિઝ કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ઓવર સ્પીડને કારણે ડ્રાઇવરનો સ્ટિયરિંગ ઉપર કાબુ ન રહેતા મર્સીડીઝ કાર BRTSની રેલીંગ તોડી ડીવાઈડર પર ચઢી ગઈ હતી. ફિલ્મી દૃશ્યની જેમ સર્જાયેલા અકસ્માત જોવા લોકોની ભીડ ઉમટી પડી હતી, જ્યારે અકસ્માતની ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.

Next Story
Share it