સુરત ફેશન કોલેજ દ્વારા આયોજીત ફેશન-શોમાં માતાઓ બની મુખ્ય આકર્ષણ

686

મધર્સ ડે ના દિવસે સુરત ખાતે એક અનોખા ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજની યુવતિઓની સાથે તેની માતાએ પણ રેમ્પ વોક કર્યુ હતું.

સુરત ખાતેની ફેશન કોલેજ દ્વારા આજે એકા વિશેષ ફેશન શોનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ ની માતાઓ હતી. પોતાના નાના બાળકને લઇને માતાઓ દ્વારા ફેશના શોના રેમ્પ ઉપર રેમ્પ વોક કરાયું હતું. નાના બાળકો તો ઠીક પરંતુ કોલેજમાં ભણતી યુવતિઓની માતાએ પણ તેમનો હાથ પકડીને રેમ્પ વોક કર્યું હતું. નાના બાળકોથી લઇને યુવતિઓ સુધીના તમામ દ્વારા તેમની માતાના માથે ફૂલોને તાજ પહેરાવી તેમને માન-સન્માન આપી મધર્સ-ડેની શુભેચ્છા પાઠવૈ હતી.

LEAVE A REPLY