Connect Gujarat
ગુજરાત

સુરત : ભારે પવનના પગલે ઝૂંપડાનું પતરૂ ઊડીને વાગતા મહિલાનું મોત  

સુરત : ભારે પવનના પગલે ઝૂંપડાનું પતરૂ ઊડીને વાગતા મહિલાનું મોત  
X

સુરત બફારા બાદ મોડી સાંજે મેઘરાજા એ પવન સાથે ધમાકેદાર ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા સરથાણા વિસ્તારની આવેલ સંગના સોસાયટી શ્યામ રોડ પર ભારે પવન ના કારણે પતરૂ ઉડવાની ઘટના બની હતી. આ પતરૂ ઉડીને શ્રમજીવી મહિલાને અથડાતા ઇજાઓના પગલે મહિલાનુ મોત નિપજયું હતું.

સુરત સીમાડા સ્વાગત બસ સ્ટેન્ડ પાસે ભારે પવનથી એક ઝાડ તૂટીને ઝૂંપડા ઉપર પડતાં ઝૂંપડા ઉપરથી એક પતરૂ ઉડીને તે 40 વર્ષીય શાંતાબેનના છાતીમાં ભાગમાં ઘુસી ગયું હતું. જેથી ગંભીર ઇજાને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ સહિત ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Next Story
Share it