Connect Gujarat
ગુજરાત

સુરત : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુરતની મુલાકાતે

સુરત : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુરતની મુલાકાતે
X

ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ બે દિવસી સુરતની મુલાકતે આવ્યા છે. તેવો પાંડેસરા બમરોલી રોડ ખાતે ભાજપ સદસ્યતા અભિયાન માટે યોજાયેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ આપી હતી. કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી, ભીખુ દલસાનિયા,ભરતસિંહ પરમાર,સાંસદ,ધારાસભ્ય કોર્પોરેટર હાજર રહ્યા હતા.

ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સુરત ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત સુરતની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે સુરત લઘુ ભારત છે ગુજરાત અને મધ્યપ્રદેશનો ગહેરો સબંધ છે. તાપી અનેં નર્મદા નદી ગુજરાત અને મધ્યપ્રદેશને જોડી રાખ્યા છે અને તેને કોઈ તોડી શકશે નહીં, કોંગ્રેસ પર ભારે આક્રમણ કરતા જણાયું કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો સરદાર વલ્લભભાઈ પટેલ.પાસે હોત તો આખું જમ્મુ કાશ્મીર ભારતમાં.હોત નહેરુ ના ભૂલ ન.કારણે પાકિસ્તાનમાં હિસ્સો ગયો છે. ભારત ચંદ્ર પર જઈ રહ્યું છે મોદીના નેતૃતમાં મહાન ભારત બની રહ્યું છે નરેન્દ્ર ભાઈ અને અમિત ભાઈની જોડી ગજબની છે કોઈ માની શકે કે આસામમાં ભાજપ સરકાર બનશે..?? પણ સરકાર બની ગઈ ઉત્તરપ્રદેશમાં બુઆ બબુઆ એક થઈ ગયા હતા પણ એમનું પણ ન ચાલ્યું,અમિત શાહે નક્કી કર્યું છે એકપણ વિદેશી ગેરકાયદેસર ભારતમાં નહીં રહી શકે ભારત કોઈ ધર્મશાળા નથી.

વધુ કોંગ્રેસ પર આક્રમણ જણાયું કોંગ્રેસમાં.કોઈ અધ્યક્ષ જ નથી કોઈ જહાજમાં કેપટન જહાજને કિનારે લગાવે છે. પરંતુ કોંગ્રેસના કપ્તાન જહાજ કિનારે લાગે તે પહેલાજ કૂદી.પડ્યા છે.કોંગ્રેસ સમાપ્ત થઈ ગઈ છે જેનો કોઈ કપ્તાન ન હોય એ સરકાર નહીં બનાવી શકે મનમોહન સિંહ પિંજરાના પછી હતા.સરકાર કોઈ બીજું ચલાવી રહ્યું હતું.

Next Story
Share it