Top
Connect Gujarat

સુરત મનપાએ હાથધરી ડિમોલિશન કામગીરી

સુરત મનપાએ હાથધરી ડિમોલિશન કામગીરી
X

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. અને શહેરના સાતેય ઝોનમાં 26ટીમો બનાવી ફાયર સેફ્ટીના અભાવને લઈને સીલ મારવાથી લઈને ગેરકાયદેસર કરાયેલા બાંધકામને તોડી પાડવાની કામગીરી કરી રહી છે. શોપિંગ કોમ્પ્લેક્સ, શાળા, ટ્યૂશન ક્લાસીસમાં ગેરકાયદેસર શેડ દૂર કરવામાં આવી રહ્યા છે.

સરથાણામાં તક્ષશીલા આર્કેડમાં બનેલી ઘટના બાદ સફાળે જાગેલા પાલિકાએ રવિવારથી આઠ ઝોનમાં કોમર્શિયલ મિલકતોના ટેરેસ ઉપર જોખમી ઉભા કરાયેલા ડોમના ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા સાથે ફાયર વિભાગે ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરવાનું અભિયાન હાથ ધરી દીધું છે. પાલિકાએ 132 મિલકતોના ટેરેસ ઉપરથી ગેરકાયદેસર ડોમ દૂર કરવા નોટીસ આપી છે.

રવિવારે 18 મિલકતોના ડોમ શેડ દુર કરવામાં આવ્યા હતા. જ્યારે સોમવારે 26 ટીમો દ્વારા 24 સ્થળો પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્કૂલોનું ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવમાં આવ્યું હતું. લીંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર સ્કૂલના પતરાનો સેટ દૂર કરવામાં આવ્યા હતો. માઉન્ટ મેરી મિશન સ્કૂલ, સેવનડે સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ નું ડિમોલિશન કરવામાં આવ્યું હતું.

Next Story
Share it