સુરત : મશીન ઉતારતા જે.સી.બી ઊંધુ વળતા ૪ વાહનોનો કચ્ચરઘાણ

એક કાર અને ત્રણ અન્ય વાહનો નો કચ્ચરઘાણ
સુરત ખાતે એક મશીન ઉતારવા લવાયેલ જેસીબી મશીન જ ઊંધુ વળી પલ્ટી ખાતે નીચે પાર્ક કરાયેલ ત્રણ વાહનોનો અને એક કાર્નો કચ્ચરઘાણ વળી જવાની ઘટના બનવા પામતા નાસભાગ મચી જવા પામી હતી.
ઘટનાની મળતી પ્રાથમિક વિગત અનુસાર સુરતના સહારા દરવાજા ખાતેના બોમ્બે માર્કેટ નજીક સિદ્ધિવિનાયક પાસે એક એમ્બ્રોડરી મશીન નીચે ઉતારવાનું હોય જે.સી.બી મંગાવાયું હતું. જયારે જેસીબી વડે ઉપરથી એબ્રોડરી મશીન નીચે ઉતારાતું હતું તે દરમિયાન અચાનક જે.સી.બી મશીન જ ઊંધુ વળી જતા ત્રીજા માળેથી ઉંચાકાયેલ એબ્રોડરી મશીન ઘડાકાભેર નીચે પટકાયું હતું.ત્રીજા માળેથી તોતીંગ એમ્બ્રોડરી મશીન નીચે આવતા તે નીચે પારક કરાયેલ એક કાર તેમજ અન્ય ત્રણ વાહનો ઉપર પડ્યું હતું જેના પગલે ત્રણ વાહન તેમજ કારનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. ઘટનાના પગલે એકસમયે આ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે સદનસીબે આ ઘટના સમયે કોઇ જાનહાની ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો.