સુરત હવામાન વિભાગની આગાહીના પગલે સુરત શહેરમાં મેઘ મહેર યથાવત છે. છેલ્લા ૪ દિવસથી સુરતમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત મોડી રાતથી સુરતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. સુરતમાં ધોધમાર વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની વાત કરીએ તો સુરતમાં છેલ્લા ૪ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગત મોડી રાતથી સુરતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું હતું.

બે કલાકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટર બહાર જ પાણી ભરાઈ ગયા છે. જેને પગલે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદમાં સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે. જો કે, થોડા સમય બાદ પાણી ઓસરી જતું હોય છે. જ્યારે ઉધનામાં આવેલા અંડર બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ચાલતા જતા લોકો રેલ્વે લાઈન જોખમે પાર કરી રહ્યા છે.

LEAVE A REPLY