Connect Gujarat
ગુજરાત

સુરત : રઘુવીર બિઝનેસ પાર્કમાં આવેલ ફાયર સેફટી વગરની કલાસીસ સહિત ૧૫૦ દુકાનોને કરાઇ સીલ

સુરત : રઘુવીર બિઝનેસ પાર્કમાં આવેલ ફાયર સેફટી વગરની કલાસીસ સહિત ૧૫૦ દુકાનોને કરાઇ સીલ
X

સુરત ફાયર સેફટી મુદ્દે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક બાદ એક ફાયર સેફટી વગરના શોપિંગ મોલ, દુકાનો સહિત હોસ્પિટલ ને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. વેસુ સ્થિત રઘુવીર બિઝનેસ પાર્ક માં એક કલાસીસ સહિત ૧૫૦ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે.

સુરત તક્ષશિલ અગ્નિકાંડ ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી વગરના શોપિંગ મોલ,દુકાનો સહિત હોસ્પિટલ ને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે. જયારે વેસુ સ્થિત આવેલ રઘુવીર બિઝનેસ પાર્કમાં ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાથી ફાયર વિભાગ દ્વારા રઘુવીર બિઝનેસ પાર્કમાં આવેલ એક કલાસીસ સહિત ૧૫૦ દુકાનોને સીલ કરવામાં આવ્યું છે.આ તમામ ને ફાયર સેફટી ની નોટિસ અપાઈ છે.

Next Story
Share it