Connect Gujarat
Featured

સુરત : રાંદેર ઝોનમાં ઉત્તર અને પૂર્વનો સમગ્ર વિસ્તાર ક્વોરોન્ટાઈન કરાયો

સુરત : રાંદેર ઝોનમાં ઉત્તર અને પૂર્વનો સમગ્ર વિસ્તાર ક્વોરોન્ટાઈન કરાયો
X

કોરોનાનો કહેર વિશ્વમાં દરેક જગ્યાએ હાહાકાર મચાવી રહ્યું છે.

ત્યારે સુરતમાં આજે વધુ શંકાસ્પદ 9 કેસ નોંધાયા હતા. જો કે નવો એક પણ પોઝિટિવ કેસ નોધાયો

ન હતો. ગત રોજ એક જ દિવસમાં 3 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. અને એક જ દિવસમાં બે દર્દીઓના મોત

થતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે શહેરના પોઝિટિવ દર્દીઓનો

આંકડો ૨૧ પર પહોંચ્યો છે. જેમાં મૃતક ચાર થઈ ગયા છે.

આ તબક્કો સુરત માટે ઘાતક પુરવાર થઇ રહ્યો છે તેમજ ખાસ કરીને

રાંદેર વિસ્તારમાં જ પોઝિટિવ દર્દીને ૩૫ ટકા દર્દીઓ હોવાતી મનપા કમિશનર વધુ કડક

કાર્યવાહીના ભાગરૂપે રાંદેર ઝોનમાં ઉત્તર પૂર્વ વિસ્તારમાં આખો ફરજિયાત હોમ

ક્વોરન્ટાઈન કરી માસ્ક ક્વોરન્ટાઈન કરી દીધું છે. આજે કોરોનાના વધુ 9 શંકાસ્પદ કેસ સામે

આવ્યા છે. 9 કેસ માંથી એક દોઢ વર્ષના બાળકમાં કોરોના શંકાસ્પદ લક્ષણો દેખાયા

છે. કુલ નવ શંકાસ્પદ લક્ષણો સાથે 248ના સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં

211ના કોરોના

રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 21ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

Next Story