Connect Gujarat
ગુજરાત

સુરત : રાયચંદ દીપચંદ સ્કૂલની મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ 

સુરત : રાયચંદ દીપચંદ સ્કૂલની મીટર પેટીમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ 
X

સુરતમાં સ્કૂલ ચાલુ થવાના પ્રથમ દિવસે જ રાયચંદ દીપચંદ સ્કૂલની મીટર પેટીમાં શોર્ટ સર્કિટ ના લીધે આગ ઘટના બની

સુરત સ્કૂલ ચાલુ થવાના પ્રથમ દિવસે જ ગોપીપુરા માં આવેલી રાયચંદ દીપચંદ સ્કૂલની મીટર પેટીમાં શોર્ટ સર્કિટના લીધે આગની ઘટના બની હતી. ફાયરને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી.

સુરત ઉનાળાના વેકેશન બાદ આજરોજ શાળાઓ ચાલુ થવાના પ્રથમ દિવસે જ આગની ઘટના બની હતી. ગોપીપુરામાં આવેલી રાયચંદ દીપચંદ સ્કૂલની મીટર પેટીમાં શોર્ટ સર્કિટના લીધે આગની ઘટના બની હતી. સ્કૂલ તંત્ર દ્વારા ફાયરના સાધનોથી મીટર પેટીમાં લાગેલી આગ સામાન્ય હોવાથી તાત્કાલિક ઓલવાઈ ગઈ હતી. જ્યારે આગની ઘટના નો કોલ ફાયરને મળતા ફાયરબ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા સદ્ નસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

Next Story