સુરતના રિંગરોડ વિસ્તારમાં એક સિક્યુરિટી જવાનની જાહેરમાં હત્યાનો મામલો સામે આવતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે. રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં પડેલા સિક્યુરિટી જવાનના માથે ફટકો મારી પતાવી દેવાયો હોવાની હકીકત બહાર આવી છે. જોકે, હાલ પોલીસ આ બાબતે તપાસ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતના બમરોલી રોડ ભીડભંજન નજીક સોનલ આવાસમાં રામઉજાગીર તિવારી ઉ.વર્ષ.૫૫ પરિવાર સાથે રહી અને સિક્યુરિટી કંપનીમાં છેલ્લી કામ કરતા હતા. રામઉજાગીર છેલ્લા ૨ થી ૩ દિવસથી જ માર્કેટમાં ફરજ બજાવતા હતા. આ ઘટનાની જાણ થતા સલાબતપુરા પોલીસ પણ દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મોબાઈલ ગુમ હોવાથી લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી છે.

LEAVE A REPLY