Top
Connect Gujarat

સુરત: લિંબાયત પોલીસ સ્ટેશનમાંથી જ ચોરીનો આરોપી થયો ફરાર

સુરત: લિંબાયત પોલીસ સ્ટેશનમાંથી જ ચોરીનો આરોપી થયો ફરાર
X

સુરત લિંબાયત પોલીસ સ્ટેશન માંથી ચોરીનો આરોપી ફરાર થવાની ઘટના સામે આવી છે. ડીસીબી પોલીસે આરોપીને પકડી લિંબાયત પોલીસ મથકના સોંપ્યો હતો. જ્યારે આરોપી લિંબાયત પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો છે.

સુરત પોલીસ શહેરમાં આરોપી ફરાર થઇ જવાના કિસ્સા વધી રહ્યા છે. બે દિવસ અગાઉ અછોડો તોડનાર એક આરોપી નવી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન માંથી વધુ એક ચોરીનો આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. આરોપી ફરાર થઇ જવાની ઘટના સામે પોલીસની નિષ્ક્રિયતા દેખાઈ રહી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે નિકુંજ ખેમી નામના આરોપીને ચોરીના ગુનામાં ધરપકડ કરીને લિંબાયત પોલીસ મથકના સોંપ્યો હતો. આરોપી નિકુંજ ૬ થી વધુ ગુનામાં સંડોવાયેલો છે. ત્યારે આજરોજ આરોપી નિકુંજ લિંબાયત પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો છે. હા લિંબાયત પોલીસે આ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી પીસીબી,ડીસીબી, લિંબાયત પોલીસ માણસો સહિત આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.

Next Story
Share it