સુરત: લિંબાયત વિસ્તારમાં જરીના કારખાનામાં લાગી આગ

47

સુરતના લીંબાયત સ્થિત ગોવિંદ નગરમાં આવેલા જરીના કારખાનામાં આગ લાગી હતી.આ બનાવની જાણ થતા ફાયરની ૫ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતોઅ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ના હતી.

સુરતના લીંબાયત સ્થિત ગોવિંદનગરમાં પ્લોટ નંબર ૫૩ અને ૫૪ માં આવેલા જરી ના કારખાનામાં આગ લાગી હતી. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરની ૫ થી વધુ ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ના હતી. પરંતુ આગના પગલે અફરાતફરી મચી હતી અને કારખાનામાં ભારે નુકશાન થયાની આંશકા છે. વધુમાં જરીના કારખાનામાં આગ શોર્ટ શર્કિટથી લાગી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે.

LEAVE A REPLY