સુરત : લીંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોએ મહિલાના ઘરમાં ઘૂસી કરી તોડફોડ

સુરતના લિંબાયત પોલીસ
મથક વિસ્તારમાં આવેલા સોસાયટીમાં રહેતી મહિલાના ઘરમાં ચાર જેટલા અસામાજિક તત્વો
દ્વારા તોડફોડ કરવામાં આવ્યું છે. ઘટના અંગે મહિલાએ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે
લિંબાયતના ઘોડાદ્રા શ્રી
સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતી સરસ્વતીબેન ચૌહાણ ઘરમાં લેસ પટ્ટીનું કામ કરી
પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન 12મી
તારીખના રોજ તેમના ઘરે રાજુ રાજપુત સંતોષ રાજપૂત સહિતના ચાર જતા લોકો ધસી આવ્યા
હતા. અને ટીવી ફ્રિજ સહિતના સામાનમાં ભારે તોડફોડ
કરી હતી. ઘટના બાદ સરસ્વતીબેન લિંબાયત પોલીસ મથકમાં રાજુ રાજપુત સંતોષ રાજકોટ સહિત
ચાર જેટલા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ લઇ ચારેય
આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. સાથે જ મહિલાના ઘરમાં કરવામાં આવેલી તોડફોડ
અને મહિલા પર હુમલાની ઘટનાના પગલે આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન
કરવામાં આવ્યા હતા