Top
Connect Gujarat

સુરત: વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળકી પર બે હિંસક કૂતરાઓએ કર્યો હુમલો

સુરત: વરાછા વિસ્તારમાં રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળકી પર બે હિંસક કૂતરાઓએ કર્યો હુમલો
X

  • બંન્ને કૂતરા માસુમ બાળકીને ૪૦ થી ૫૦ ફુટ સુધી ધસડી ગયા
  • ઘરેથી રમવા માટે ગયેલી પુત્રી મોડે સુધી પરત ન આવતા શોધખોળ
  • પિતાને માસુમ પુત્રી લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ

સુરત વરાછામાં ઘર પાસે રમી રહેલી પાંચ વર્ષની બાળકીને કૂતરાંએ બચકું ભર્યું, પેટની જાડી ચામડી ફાડી આંતરડા સુધી દાંત બેસી ગયા હતા. ભારે કુતરાઓનો આતંક ને લઈ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે

સુરત વરાછાના ઈન્દિરા નગર વિસ્તારમાં રહેતા એક પરિવારની ૫ વર્ષની બાળકી પર ઘર નજીક બે હિંસક કૂતરાઓએ હુમલો કરી દીધો હતો. બંન્ને કૂતરા માસુમ બાળકીને ૪૦ થી ૫૦ ફુટ સુધી ધસડી ગયા હતા અને શરીરે અનેક જગ્યાએ બચકા ભરી લીધા હતા. ઘરેથી રમવા માટે ગયેલી પુત્રી મોડે સુધી પરત ન આવતા શોધખોળ માટે ગયેલા પિતાને માસુમ પુત્રી લોહીલુહાણ હાલતમાં મળી આવતા તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

કુતરાઓ એટલી તીવ્રતાથી બચકું ભર્યું કે બાળકીની જાડી ચામડી ફાડીને આંતરડામાં દાંત બેસાડ્યા હતાં. બાળકીને ઇન્ફેક્શન અને અન્ય રોગોનું જોખમ હોવાને કારણે રાત્રે જ ઓપરેશન કરવાની નોબત આવી હતી.

સુરત શહેરમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધો કુતરાના શિકાર બની રહ્યા છે. હોસ્પિટલના જણાવ્યા અનુસાર સવારે ૧૦ વાગ્યા સુધી સૌથી વધુ કેસ કુતરા કરડવાના કેસ આવે છે અને એમાં પણ બાળકો વધારે હોય છે. કુતરુ કરડવાના કેસ વધુ આવી રહ્યા હોવાથી એક દિવસમાં એઆરવી ઈન્ફેક્શનનાં ૨૦ અને એચઆઈજી ઈન્ફેક્શનનાં ૧૦ વાયલ વપરાઈ રહ્યા છે. બજારમાં એઆરવીની કીમત રૂ. ૩૦૦ થી ૪૦૦ છે. એચઆઈજી ઇન્જેકશનની કીમત ૪ થી ૫ હજાર રૂપિયા છે જ્યારે આવી ભયાનક ઘટના સામે આવતી હોય સુરત મહાનગર પાલિકા નિદ્રામાં હોય એમ દેખાય રહ્યું છે.

Next Story
Share it