મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા ઝોનમાં નોકરી કરતી ૨૦ વર્ષીય મહિલાનું બે દિવસ પહેલા તેણીનો પ્રેમી સન્ની હરીશ રાવલ અપહરણ કરી ગયો હતો. સન્ની કોઇ કામધંધો કરતો નહીં હોવાથી તેણીએ છેલ્લા ત્રણેક માસથી પ્રેમસંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું હતું. જેને પગલે ઉશ્કરેલાયેલા સન્નીએ તેણીને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું.

તા ૧૧ ફેબ્રુયારીના રોજ મિત્ર રાહુલના ફોન ઉપરથી સન્નીએ તેણીને ફોન કર્યો હતો. જોકે, અગિયારેક વાગે સન્ની તેણીની ઓફિસ પાસે આવી પહોંચ્યો હતો. સન્ની ઝઘડો કરશે એવા ડરથી બહાર આવી જતા તેણીને માતા-પિતાને મારી નાંખવાની ધમકી આપી બળજબરી પોતાની સાથે દિલ્હીગેટ પાસેના સત્કાર કોમ્પલેક્સના ધાબા ઉપર લઇ ગયો હતો. અને સન્નીએ તેણીની સાથે લગ્ન કરવાની જીદ કરી આપણે બંને અહીંથી કૂદી જઇએ એમ કહી ધક્કો મારી દીધો હતો. જેને પગલે તે મહિલાને પગે ફ્રેક્ચર થયું હતું.

પોતાને તેનાથી બચાવવા માટે લગ્નની હા પાડી હતી. તેમ છતાં સન્ની તેના બીજા એક મિત્ર ના ઘરે લઈ જઇ કહ્યું કે “જો તું મારી નહિ થાય તો તને બીજા કોઇની નહીં થવા દઉં” “હું તને પણ મારી નાખીશ અને પોતે પણ મરી જઈશ” આ બધીજ વાત તેણીએ વરાછા પોલીસ માં અને પોતાના માતા-પિતાને કહી ફરિયાદ ની અપીલ કરી.

આજે રોજ ૧૪ ફેબ્રુઆરીએ દેશ અને દુનિયા વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરી રહ્યા છે ત્યારે કેટલા પાગલ યુવકો પ્રેમમાં ને પ્રેમમાં ના કરવાનું  કરી જતાં હોય છે,લગ્નનો ઇન્કાર કરનારી વરાછા ઝોનની મહિલા કર્મચારીનું પ્રેમી યુવાન અપહરણ કરી ગયો હતો. “જો તું મારી નહીં થાય તો બીજા કોઇની તને નહીં થવા દઉં ” એમ કહી માતા પિતાને મારી નાખવાની ધમકી આપનાર પ્રેમી યુવાન તે મહિલાને બળ જબરીથી પોતાની સાથે લઈ ગયો હતો. બાદમાં દિલ્હીગેટ પાસેના સત્કાર રોમ્પ્લેક્સના ધાબા ઉપર તેણીને ધક્કો મારી દેતા પાળ સાથે અથડાતા પગે ફ્રેક્ચર થયું હતું.

LEAVE A REPLY