સુરત : વેસુની વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા ફી બાબતે વાલીઓ પર કરાયું દબાણ, જુઓ પછી શું થયું..!

0

સુરતમાં સ્કૂલોની ફી બાબતે વધુ એક શાળાના વાલીઓ મેદાને આવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. વેસુ વિસ્તારમાં આવેલી વ્હાઇટ લોટસ સ્કૂલની મનમાની સામે આવી છે. જેમાં સ્કૂલ દ્વારા ફી બાબતે દબાણ કરાતું હોવાથી વાલીઓ દ્વારા સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા પોતાની મનમાની કરી ફી બાબતે વાલીઓને વારંવાર દબાણ કરવામાં આવતું હતું. જેના કારણે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ બહાર એકઠા થઈ વિરોધ કરવા મજબૂર બન્યા હતા.

સમગ્ર મામલે શાળાના વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા દ્વારા ફી મુદ્દે વારંવાર વધુ પડતું દબાણ કરવામાં આવે છે. વાલીઓ દ્વારા અભ્યાસને લગતું તમામ કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત બાળકોને પણ વાલીઓ જ ભણાવી રહ્યા છે. જોકે કેટલાક વાલીઓ ફી ભરવા પણ તૈયાર છે. પરંતુ શાળા દ્વારા ફી નિયમ કરતા વધુ ભરવા અંગે કહેવામાં આવી રહ્યું છે. તો ફી મુદ્દે શાળામાં બાળકો સાથે ભેદભાવ કરાઈ રહ્યો હોવાનું પણ વાલીઓએ જણાવ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here