Connect Gujarat
ગુજરાત

સુરત : શહેરમાં કમોસમી વરસાદથી સુરતીલાલા અકળ્યા, દિવાળીના તહેવારમાં વરસાદનું વિઘ્ન

સુરત : શહેરમાં કમોસમી વરસાદથી સુરતીલાલા અકળ્યા, દિવાળીના તહેવારમાં વરસાદનું વિઘ્ન
X

સુરતમાં દિવાળીના તહેવારની વચ્ચે ધમાકેદાર વરસાદ વરસ્યો છે શહેરના અલગ-અલગ

વિસ્તારમાં અચાનક વરસાદ વરસતા સુરતીઓમાં રોષ જોવા મળ્યો હતો.

દિવાળીના દિવસે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસતા દિવાળીની

ઉજવણી કરી રહેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં

ક્યાર વાવાઝોડાની અસરથી આગામી ચાર દિવસ સુધી રાજ્યનું વાતાવરણ ડિસ્ટર્બ થયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવાળી અને બેસતા વર્ષે

નવરાત્રીની જેમ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ

જોવા મળી રહ્યું હતું બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. દિવાળીના દિવસે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ

વરસતા દિવાળીની ઉજવણી કરી રહેલા શહેરીજનોમાં ભારે રોષ

જોવા મળ્યો છે. જ્યારે બીજી બાજુ કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં પણ ભારે નિરાશાનો

માહોલ જોવા મળી રહ્યો છે.

Next Story