સુરત : શહેરમાં વધુ બે હત્યાના બનાવ આવ્યા સામે, પાંડેસરામાં યુવાનની લાશ તો વડોદ ગામમાંથી કંકાલ

48

સુરતમાં વધુ બે હત્યાના બનાવ સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.  બીજી તરફ વડોદ ગામમાંથી પણ કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં વધુ એક દિવસમાં  હત્યાની બે ઘટના પાંડેસરા વિસ્તારમાં પ્રકાશમાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડીંગમાં બીજા માળેથી એક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. રહીશોએ બનાવની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. મૃતક યુવાનના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા છે. ત્યારે મરનાર યુવાન કોણ છે? અને તેની હત્યા કોણે અને શા માટે કરી? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ વડોદ ગામમાં આવેલી પાણીની કુંડીમાંથી કંકાલ મળી આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. જેમાં વ્યક્તિના અંગો અલગ અલગ હતા તેમજ કોહવાયેલી હાલતમાં હોવાથી લાશની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી હાલ આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY