Connect Gujarat
Featured

સુરત : શાકભાજી માર્કેટમાં થતી ભીડથી કોરોનાના સાત કેસ, જુઓ શું છે ઘટના

સુરત : શાકભાજી માર્કેટમાં થતી ભીડથી કોરોનાના સાત કેસ, જુઓ શું છે ઘટના
X

સુરતમાં લોકડાઉન

હોવા છતાં શાકભાજીની ખરીદી માટે થતો લોકોનો ધસારો કોરોના વાયરસના ફેલાવા પાછળનું

કારણ બન્યો છે. સુરતમાં કોરોનાના સાત કેસ શાકભાજી માર્કેટના કારણે થયાં હોવાની

ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.

સુરતમાં અત્યાર

સુધીમાં કરોના વાયરસના 31 પોઝિટિવ

કેશ નોંધાયા છે.સુરતમાં કોરોનાના ચેપ પાછળ શાકભાજીની ખરીદી માટે ઉમટી પડતી ભીડ

જવાબદાર હોવાની વિગતો બહાર આવી છે. શાકભાજી માર્કેટના કારણે સાત લોકોને ચેપ લાગ્યો

હોવાનું જાણવા મળી રહયું છે. બેગમપુરાના કોરોના પોઝીટીવ દર્દીની બેગમપુરામાં જ

આવેલાં શાકમાર્કેટમાં સતત અવરજવર રહેતી હતી. આ દર્દીનો ચેપ તેની સાસુને પણ લાગ્યો

છે. શહેરના અન્ય કિસ્સાની વાત કરવામાં આવે તો રાંદેરની એક મહિલાને કોરોના પોઝીટીવ

આવ્યો છે. આ મહિલાને ચેપ તેના લારી ચલાવતાં પુત્રોને કારણે લાગ્યો છે. આ ઉપરાંત

એપીએમસી માર્કેટમાં પણ એક વ્યકતિ ચેપગ્રસ્ત બન્યાં છે. તાજેતરમાં કોરોના પોઝીટીવ

જાહેર થયેલી મહિલા પણ શાકમાર્કેટમાં કાયમ જતી હતી.આમ સુરત વાસીઓને શાકભાજી ખરીદવા

માટે કરેલા ધસારાની હવે કિમંત ચુકવવી પડી રહી હોય તેમ લાગી રહયું છે. એપીએમસી

માર્કેટમાં થતી ભીડ રોકવા ઝોનવાઇઝ શાકભાજીનું વેચાણ કરવામાં આવી રહયું છે. લોકો

સલામત અંતર જાળવ્યાં સિવાય ખરીદી કરી રહયાં હોવાથી કોરોના વાયરસ ઝડપથી ફેલાય રહયો

છે.

Next Story